"પ્રેમનું પતંગિયું"
પડછાયાના આસ્વાદમાં માણસાઇ વિસરાઇ ગઇ,
પમરાટની પ્રસિદ્ધિમાં પાંખડી પણ વેચાઇ ગઇ,
અવસર છે આજ અનરાધાર વરસી જવાનો, પણ
શું કરું!પ્રેમના પ્રવાહમાં મારી નાવડી જ તણાઇ ગઇ,
ટકોરા પડે છે બંધ બારણે નવાઇના આજ,
પાગલપણું ક્યાંકથી રખડીને આવ્યું લાગે છે,
ચંચળ આ આંખો સંતાડે છે ઝળઝળિયાં,
આપના આગમનની પ્રતીક્ષામાં એનેય ગાલે કદાચ વિસામો લેવો છે...
"વૈશાલી"