કેટલો સમય પસાર થઈ ગયો તારાથી છુટ્ટા પડીને ,
છતાં પણ હજી તારા વગર જીવનમાં કંઈક તો ખાલીપો લાગે છે…
જીવન જીવું તો છું પણ અધુરું લાગે છે …શું તને નથી લાગતું??
ઓય,ચલ ને ફરી મળીએ..
તને ઈચ્છા નથી થતી મલવાની, સંવેદનાઓના સ્પંદન થકી નવી શરુઆત કરવાની,
દૂર રહીને બવું તડપી અને ઝૂરી લીધું..
બસ હવે બવું થયું તારી સંગાથે જીવી લેવું છે મારે..
જૂની યાદોનું વિસર્જન કરી ને નવી યાદોનું સર્જન કરીએ ..
ઓય,
ચલ ને ફરી મળીએ..
કાલ નો શું ભરોસો ? આજે જ આવી જા તું બધું છોડીને.. હજી પણ તારી જ વાટ જોવું છું ..જો તું આવે તો પ્રેમની નવી શરુઆત કરીએ ..
ઓય,ચલ ને ફરી મળીએ ..
સ્વરા