માણસ એક પ્રાણી સંગ્રહાલય
હા તે એક માણસ છે!
ચિત્તા જેવો ચપળ છે
હાથી જેવો ભોળો છે
શ્વાન જેવો વફાદાર છે
કાબર જેવો બોલકો છે
શિયાળ જેવો લૂચ્ચો છે
સાપ ની જેમ ડસે છે
સસલાની માફક છટકે છે
કાચબા ની ઝડપે જવાબદારી નિભાવે છે
સારસ જેવો પ્રેમ છે
વરું જેવી વાસના છે
ગરૂડ જેવો ચકોર છે
બાજ ની ઝડપે છીનવે છે
સિંહ જેવો બહાદુર છે
વાઘ જેવો હિંસક છે
સમળી જેવી નજર છે
કાગડા જેવો કપટી છે
ગેંડા જેવી જાડી ચામડી છે
પાછો ગાય જેવો સંવેદનશીલ છે
ગધેડા ની માફક મજૂરી કરે છે
ઘોડા ની માફક દોડ્યા કરે છે
ફૂલ જોઈ ભમરો થાય છે
ખિસકોલી જેવો ચંચળ છે
બિલાડી જેવો ચબરાક છે
સારું છે કે હ્રુદય માણસ નું છે,
અન્યથા માણસ તે માણસ નહિ
પ્રાણી સંગ્રહાલય હોત!!!
.......બૈજુ