શબ્દો સહજ પ્રગટ્યા વિચારે વિચારે.
અર્થો પ્રતિબિંબિત થયા ઉચ્ચારે ઉચ્ચારે.
વીતી ગઈ રજની કાલિમાને પ્રસારતી,
રવિઉદયે તરુવર મલકાયા સવારે સવારે.
નથી મારું કોઈ આ જગતમાં પોતાનું,
ત્યાં તો મયૂરો કેવા ટહૂક્યા થૈને હારે હારે.
આંટીઘૂંટી દુનિયાની ના આચરી શક્યોને,
ઉર પણ કેટકેટલાં ઘવાયાં પ્રહારે પ્રહારે.
જોયું ઉપર વ્યોમ પણ છત્ર ધરીને ઊભું,
સંકીર્ણતા થકી અકળાયાં નજારે નજારે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર