નયનોને જલકમલવત્ કરીએ.
કોઈએ આપેલું પરત કરીએ.
આજને સંવારી લઈએ હેતથી,
ના ગઈગુજરીની વાત કરીએ.
નાના છીએ તેથી શું થઈ ગયું?
મોટા મનતણી મિરાત કરીએ.
સૌનું માન જાળવીને જીવીએ,
ના કરી અપમાન ઘાત કરીએ.
માનવ છીએ એટલું જ પૂરતું,
ના અંતરે નોખી ભાત કરીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર