વિચારોથી ગરીબ કદી પણ
અમીર બની નથી શકતો,
મોં પર સદાય ગંભીરતા તે
કદી હસી નથી શકતો.
તે ક્યારે આવ્યા? ક્યારે ગયા?
તમાર પગરવ ના સંભળાયા,
મનનો આ પ્રલાપ નાઇલાજ છે
તે હવે મટી નથી શકતો.
સુખ માટે જ્યાં જ્યાં ગયા
ત્યાં માત્ર સગવડતા મળી,
છતાંય સુખની જૂઠી આશાઓ
છોડી ગનથી શકતો
ભર દરિયે મને ડુબાડી
ચલાવ નાવ બેફામ બનીને,
ટેવાઈ ગયો છું હું ડૂબ્યા
વિના કદી મકી નથી શકતો
ઝટ આપી દે તું કર્મ નો
હિસાબ અને સજા પણ
સુખમાં હસતો, દુ:ખમાં રડતો
ચહેરો મને નથી ગમતો
….. મનોજ મહેતા.