અમે તો ગયા જિંદગીના મન પાંચમના મેળામાં.
ઘણા અવનવા અનુભવો થયા અહીંના મેળામાં.
ચકડોળ કહે ઉપરનીચે નીચેઉપર થતાં રહેવાનું,
હિંમત કદી પણ ના હારવી જિંદગીના મેળામાં.
ચકેડીની જેમ ચકરાવે ચડાવે અહીં લોકો તમને,
અવનવી સવારી કરવી પડે જિંદગીના મેળામાં.
ઉત્તમ બનવું નથી, બધું જોઈએ ઉત્તમ અનિલ,
કૈંક ને ખોયા , તો કૈંક મળ્યા જિંદગીના મેળામાં.
અનિલ ભટ્ટ