શીર્ષક - "જીવન જીવાય છે કોઇ પણ વિના"
જિંદગી લાગે છે અધુરી સદાય આ ત્રણ વિના;
માતા પિતા ને દિલમાં વસતા એક જણ વિના;
ના થયો મુકમ્મલ ઇશ્ક પણ એટલું તો શીખ્યા,
કે, જીવન જીવી જ શકાય છે કોઇ પણ વિના;
દેવોના દેવ મહાદેવ, શંકર શંભુના શિવાલયોમાં!
ભીડ ક્યાં જોવા મળે અહીં માહ શ્રાવણ વિના;
ભેગું કરીને પણ ભૂખથી મરતાં જોયો માણસ,
ને, કોઈ પશુ-પક્ષી નથી મર્યું કણ કે ચણ વિના!
જતા આ જનાજાને ધ્યાનથી જોઈ લે "વ્યોમ"
કોઈ સંગાથ નથી ચાલતું અહીંયાં મરણ વિના;
..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).