મા જેવો સ્નેહભર્યો સ્પર્શ ને હૂંફાળી છાયા તો પૈસા આપીને પણ ખરીદાતી નથી,
આખી દુનિયામાં પિતા જેવી મજબૂત છત્રછાયા ક્યાંય પણ મળતી નથી...
કોઈ પાસે રહેવા છત્ર નથી ને કોઈના માથે વ્હાલની છાયા નથી નસીબમાં,
ગમે ત્યાં ફરી આવો પણ ઘર જેવી શાંતિ ને સુરક્ષા મોટી હોટેલમાં મળતી નથી...
જેને બધી સુવિધાઓ મળી હોય એ લોકો આજે જવાબદારીથી દુર ભાગે છે,
મહેનત કમાણીથી મેળવેલી છત્રછાયાની કિંમત ઘણાં લોકોને સમજાતી નથી....
છત્રછાયા વગરના ઘણાં ને આજીવન તરસતા ને તડપતા જોયા છે,
સુરક્ષાના ઢાલ સ્વરૂપ પરિવારની છત્રછાયા કોશિશ કરવા પણ બનાવતી નથી...
આખી દુનિયા દુશ્મન બની જાય પણ મા બાપ ક્યારેય પણ અહિત કરતાં નથી,
ભાઈ બહેનના મસ્તીભર્યા પ્રેમની છત્રછાયા ની તુલના કોઈ દિવસ કરાતી નથી..
ખુશનસીબ છીએ આપણે બધા તો આટલી સારી છત્રછાયા મળી છે જીવનમાં,
જેમને આ બધું નથી મળ્યું એની વેદનાની પીડા તો આપણાથી જોવાતી નથી....
-Bhargav Jagad