મને સમાચાર મળ્યા છે આજે તારા,
તું ખોવાયેલી રહે છે મારા વિચારોમાં...
દિલ ખુશ થઈ ગયું સાંભળી સમાચાર,
તું તો ધબકતી રહે છે મારી ધડકનોમાં...
મારું મન એકદમ વિચલિત થઈ ગયું,
સમાચાર સાંભળી હું ખોવાય ગયો તારી યાદોમાં..
રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ મારી તો,
તારી મુલાકાત તો થાય છે મારાં સપનોમાં....
સમાચાર ખુશીના હોય કે દુઃખના હોય હંમેશા હેરાન કરે,
હું તો હંમેશાં ભરમાઈ જાવું છું તારી બધી જ વાતોમાં....
બધું જ ભાન ભૂલાય ગયું તારા પ્રેમમાં,
વ્યસ્ત રહેવા લાગ્યો છું હું તો તારા વિચારોમાં...
-Bhargav Jagad