અનરાધાર વરસાદ વરસીને ધરતી ને ભીજાવે છે,
અનરાધાર વરસાદમાં મને કોઈની યાદો મુજાવે છે...
વરસાદ તો એની ધૂનમાં અનરાધાર વરસી રહ્યો છે,
તારી અઢળક વાતો ને યાદો આજે પણ રડાવે છે...
વરસાદ આવ્યોને ધરતીએ લીલાં વસ્ત્રો પહેરી લીધા,
તારી યાદો નું ઝાપટું આવ્યું ને મન ખુશીથી નચાવે છે.....
તડપી હશે આ ધરા એટલે તો વરસાદ અનરાધાર વરસ્યો
તારો બેહદ પ્રેમ ને સંભાળ આજે પણ મને યાદ આવે છે....
ચાતક ની ને ખેડૂતોની રાહ આજ રંગ લાવી હોય એવું લાગે,
તારી વિરહની વેદના તો આજ પણ મને તડપાવે છે...
વરસાદ પણ અનરાધાર વરસી ને નુકસાન કરી ગયો,
તારા સંગાથની આદત મને રાત દિવસ મને જગાડે છે.....
-Bhargav Jagad