કાચી માટી જેવી છે કાયા આપણી, કોને ખબર ક્યારે પડી જવાય,
પરપોટા જેવી છે જિંદગી આપણી, કોને ખબર ક્યારે ફૂટી જવાય...
દૂરથી સુંદર લાગતા સંબંધો પણ પરપોટા જેવાં જ થઈ ગયાં,
પોતાના જ વેરી બની ગયાં છે, કોને ખબર ક્યારે તુટી જવાય....
અસ્તિત્વ કાયમ નથી રહેવાનું ખબર હોવાં છતાં ભ્રમમાં રહીએ,
અહંકાર એવો ભર્યો છે બધાંમાં, કોને ખબર ક્યારે ફૂલી જવાય,
અજાણ્યાએ થોડાં વખાણ શું કર્યા આપણે તો પોતાના સમજવા લાગ્યા,
વહેમના દરિયામાં જીવીએ ને રહીએ છીએ, કોને ખબર ક્યારે ડૂબી જવાય....
જીવનનો ભરોસો નથી કંઈ ને ભવિષ્યની ચિંતા કર્યા કરીએ,
આજુબાજુ ભટક્યા કરીએ છીએ, કોને ખબર ક્યારે ઉડી જવાય.....
પરપોટા સમી જિંદગી છે બધી જ મોહમાયા છોડી થોડી શાંતિ રાખીએ....
વેરઝેર ભૂલી જઈએ બધાં, કોને ખબર ક્યારે રાખમાં ભળી જવાય...
-Bhargav Jagad