તારા જવાથી ન થવાનું થઈ જ ગયું મારી સાથે,
તારા જવાથી જિંદગીમાં ન થવાનું થઈ ગયું મારી સાથે...
જિંદગીમાં ઘણાં પ્રશ્નો હતાં ને ઘણી મુશ્કેલી પણ આવી,
અણધાર્યો વળાંક આવ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે....
પ્રેમ હતો તારાથી ને પ્રેમમાં ઘણાં સપનાંઓ જોયાં હતાં,
સપનાં બધાં તુટી ગયાં ને ન થવાનું થઈ ગયું મારી સાથે....
તું દૂર ચાલી ગઈ ને જિંદગી મારી બરબાદ થઈ ગઈ,
પ્રેમમાં સાથ છૂટ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે....
વિચાર્યું ન હતું એવું બધું જીવનમાં જોવા મળ્યું,
વિશ્વાસ તૂટ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે...
પોતાની ભૂલ હતી એમાં બીજાને શું દોષ આપવો,
પ્રેમમાં દગો મળ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે....
-Bhargav Jagad