તારી નજર મારી નજર સાથે મળી ત્યારથી પ્રેમ થયો મને,
મારા અધૂરા સપનાઓને પ્રેમમાં પાંખો મળી ગઈ છે...
તે તો મને તારી પ્રેમમાં પાંખોની યાદો આપી છે,
તે તો મને આ દુનિયામાં તારામાં જીવડાવ્યો છે..
જ્યારે તારી યાદોમાં મારી આંખો ભીની થાય છે,
ત્યારે તારો હસતો ચહેરો મને પ્રેમમાં પાંખો આપે છે..
પ્રેમમાં પાંખોના પીંછા પણ ખરી ગયાં હતાં,
પ્રેમમાં પાંખોના પીંછા પણ લુંટાય ગયાં હતાં....
તારા સાથે પ્રેમમાં પાંખો વડે ઊંચી ઉડાન ભરવી હતી,
તે તો અધવચ્ચે જ સાથ છોડીને મારાથી દૂર ચાલી ગઈ છે....
પ્રેમમાં તારી યાદો ને આંખોમાં આંસું સાથે જીવી રહ્યો છું,
સંગાથ છૂટ્યો અને પ્રેમમાં પાંખો પણ તુટી ગઈ છે....
-Bhargav Jagad