હું તો દુનિયાની સામે એકલો જ લડવા તૈયાર છું,
આપણા દુશ્મન જ અંગત હોય તો લડવું કઈ રીતે...
પોતાના સ્વાર્થ માટે આપણી સામે સારો દેખાવ કરે,
આ સ્વાર્થી દુનિયામાં દુશ્મન વચ્ચે જીવવું કઈ રીતે....
દોસ્તને બધું કહિશ તો એ પણ મારાં દુશ્મન બનશે,
મારાં જખ્મોની વાત ને મુંજવણ કહેવું કઈ રીતે....
ચહેરા પર મુખોટા પહેરીને ફરે છે બધાં તો અત્યારે,
દોસ્ત કોણ અને દુશ્મન કોણ છે એ ઓળખવું કઈ રીતે.....
કેવો સમય આવી ગયો દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડી,
વર્ષોથી અબોલા હતાં એમની સાથે હવે બોલવું કઈ રીતે....
મિત્રતા કરી કે દુશ્મની નિભાવી એ જ ખબર ન પડી ,
મનની મથામણમાં તો હવે ખૂશ રહેવું પણ કઈ રીતે....
-Bhargav Jagad