તારી ને મારી વાતોને અનાવરણ કરવાની કંઈ જરૂર નથી,
તારી ને મારી દોસ્તી કંઇક અલગ આવરણ થી બંધાયેલી છે...
બહાર છે મસ્ત મજાનું વાતાવરણ ને આપણું સુંદર અનાવરણ,
તારી ને મારી પ્રીતની અનોખી દોર વિશ્વાસથી જોડાયેલી છે...
પ્રેમ છે એને બધાં સામે જાહેર કરવાની કોઈ જરૂર નથી,
તારી ને મારી યાદો દિલનાં એક ખુણે સંગ્રહાયેલી છે...
શોખ છે બધાને પોતાની પ્રતિષ્ઠા ને અનાવરણ કરવાની,
તારી ને મારી સમજણશક્તિ તો અલગ ઢાલ માં ઘડાયેલી છે....
ઝઘડો કરશું ને ફરી સાથે બેસીને વાતો પણ કરીએ અમે તો,
તારી ને મારી લાગણીની ભાષા મૌનમાં છુપાયેલી છે....
પુસ્તકનું કે પ્રતિમાનું અનાવરણ કરી શકાય પણ પ્રેમનું નહીં કરાય,
તારી ને મારી દોસ્તીની વાતોમાં આખી દુનિયા ખોવાયેલી છે...
-Bhargav Jagad