તું આવે કે ના આવે આ મારી આંખોમાં તારી યાદો હર-પળ સતાવે છે,
તારી યાદો ને તારી વાતો તો મને દિવસ- રાત તડપાવે છે,
ગજબની છે તારી યાદો, એક ભૂલું તો બીજી તૈયાર જ હોય,
તારી મીઠી નોકજોક વાળી મસ્તી તો મને કાયમ હસાવે છે....
કેમ કરીને ભૂલું તારી વાતોને તો એક પછી એક યાદ આવે,
તારી યાદો તો એકાંતમાં મારી આંખોમાં આંસુ લાવે છે.....
એવો કેવો નાતો જોડાય ગયો આપણી વચ્ચે ખબર નથી પડતી,
તારી હસી મજાક વાળી આદત તો મને હિંમત આપે છે....
આંખોમાં તારી યાદોના સપનાં સજાવી રાખીને ફરું છું,
તારી સાથે જોડાયેલી કોઈ પણ વાત આજે પણ મને રડાવે છે....
બધાં કહે છે કે જે દૂર ચાલ્યું ગયું એ પાછું નથી આવતું,
મારા દિલમાં તારા પ્રત્યેનો પ્રેમ મને હંમેશા નમાવે છે....
-Bhargav Jagad