કરતા જાળ કરોળીયો ,ભોંય પડી ગભરાય ,
વણ તૂટેલે તાંતણે , ઉપર ચડવા જાય
મેહનત તેણે શરૂ કરી ,ઉપર ચડવા માટ
પણ પાછો હેઠે પડ્યો , ફાવ્યો નહિ કો ઘાટ
એ રીતે મંડી રહ્યો , ફરી ફરી બે ત્રણ વાર
પણ એમાં નહિ ફાવતા,ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી , ભીડ્યો છઠી વાર
ધીરજ થી જાળે જઈ, પહોંચ્યો તે નિર્ધાર
ફરી ફરીને ખંત થી ,યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે , મરી જાત વણ મોત
એ રીતે જો માણસો ,રાખી મન માં ખંત
આળસ તજી મેહનત કરે, પામે લાભ અનંત
અજ્ઞાત