રે મન !
આટલું માઠું ન લગાડીએ
અરે ! માણસ છે
બોલેય ખરો ને વઢેય ખરો !
અરે !
આપણું માણસ
આપણને નહીં કહે તો કોને કહેશે?
કાને ધરવું
પણ હૈયે ભરવું નહીં
કાલ સવારે ભૂલાઈ જશે
બધું જ
તુૃં તો હેતાળ છો ને !
તારું તો કામ જ છે હેત વરસાવવું
અને જો,
હૈયું ભરાઈ બેઠું હોય ને
એટલે ઠલવાય તો ખરું જ
કાં લખીને, કાં બોલીને, કાં વઢીને
કાં લડી-ઝઘડીને
આ બધાય
જે પ્રેમના ગાણાં ગાય છે ને
સાવ જૂઠા છે
પ્રેમ તો હૈયે હામ હોય ને નિત આરામ હોય ને
એવાઓનું કામ છે, મન !
લે ચાલ, હામ ધર
ને મંડી પડ...
#અનુ_મિતા
Good Morning..🍂