ક્યારેક
આમ અચાનક જ એ
અદૃશ્ય થઈ જાય
તો...
મને-કમનેય તુૃં
યાદ કરજે હં એને
ધરાર અશક્ય હોય તો પણ
પૃચ્છા કરજે એના વિશે
સાવ અસત્ય ને ખોટેખોટા
થોડાક વખાણ કરજે એના
યોગ્યાયોગ્યનાં ત્રાજવામાં તોલ્યા વગર જ
એના વડે કહેવાયેલી એકાદ ઉક્તિમાં
સત્ત્વનું આરોપણ કરજે
એકાદ વખત
એકાદ વખત જ
એની વિચિત્ર મુખમુદ્રા કલ્પીને
તુૃં મલકાજે
'ફરી ન મળજે' ના તીવ્ર ભાવ સાથે જ
ભલે
તું અવળી પ્રાર્થના કરજે.
એ અબુધને તુૃં
ચાહી ન શકે કદાચ, પણ
એનો એ ભરમ એને આજીવન
જીવવા દેજે,
એને તો તને આમ જ છેટેથી
ચાહવા દેજે...
#અનુ_મિતા
#ગુડ_મોર્નિંગ_મેરી_જાન_