ચલ કોઈ એવી જગ્યાએ જઈએ
જ્યાં અંધારું હોય
પ્રગાઢ અંધારું
જ્યાંથી માત્ર તારામંડળ જ નહીં,
નક્ષત્રો ને નિહારિકાઓ પણ સ્પષ્ટ દેખાતાં હોય
જ્યાંથી સમગ્ર અવકાશ
ભરચક ભાસતું હોય
લાખો-કરોડો ચંદ્રમાઓ આપણાં પર
હેત વરસાવતા હોય
આખી પ્રકૃતિની સ્નેહભરી દૃષ્ટિ વડે રક્ષાતાં
દૃશ્યમાન આપણે
બેય અદૃશ્ય હોઈએ
એકમેકને માટે
ખભા પર ઝૂકેલું મસ્તક
ને ગૂંથેલી હથેળીઓની અનુભૂતિ સિવાય
કશું જ અનુભૂત ન હોય
સ્પર્શ્યા વિનાના સ્પર્શનો સ્વર્ગીય આનંદ લઈ
ચલ, ખૂંપી જઈએ
નશ્વર પ્રકાશની દુનિયામાં
મળીનેય ન મળ્યાંની કસકનો અનુભવ
મનભરીને માણવાની
બેધારી વાસ્તવિક દુનિયામાં
રહી જઈશું ત્યાં બનીને
યાદ હંમેશાં...
#અનુ_મિતા
શુભરાત્રિ..🌺