"જન્મ."
-@nugami.
વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે ,
શુદ્ધ,સાચો અને બેદાગ હોય છે.....
એની નિખાલસતા નો કોઈ પાર હોતો નથી.....
પણ જેમ જેમ એ મોટો થતો જાય છે....
એમ એમ એનામાં રહેલી શુદ્ધતા મલિન થતી જાય છે...અને કપટ વધતું જાય છે...
શા માટે????
કુદરતે વ્યક્તિ ને નિખાલસતા સાથે ,શુદ્ધતા સાથે જન્મ આપ્યો હોય છે....કારણ કે....કુદરત પણ ઈચ્છે છે કે,વ્યક્તિ નિર્મળ જીવન જીવે.....
એને બધી જ ખબર છે,કે આપણને શું જોઈએ છે....
અને આપણે શેના લાયક છીએ ...
જીવન જ્યારે કુદરતે આપણ ને આપ્યું ત્યારે સાચું,શુદ્ધ,અને નિર્મળ આપ્યું....
તો આપણી પણ એના પ્રત્યે જવાબદારી બને છે કે,મૃત્યુ પહેલાં વધુ નહિ તો એવી એક ક્ષણ આપણે જરૂર જીવવી જોઈએ........
માણસ માત્ર ભૂલને પાત્ર...
પણ જો ભૂલ જાણી જોઈને વારંવાર વ્યક્તિ કરતો જ રહે....તો વ્યક્તિ રાક્ષસ કરતાં પણ ભયાનક છે.....
એક ક્ષણ તો એક ક્ષણ પણ શુદ્ધ વિચાર કરવો જરૂરી છે...
કારણકે ,વિચારો જ વ્યક્તિના કર્મ ને નિર્ધારિત કરે છે..
-@nugami.