મોતના પારખાં અહીં જો હોય છે ક્યાં?
સ્વાનુભૂતિ ના કહીં , પ્રશ્નો હોય છે ક્યાં ?
પ્રેમની કોઈ વ્યાખ્યા , હોતી નથી હો !
ત્યાગ બંધન મહીં , કંઈ હોય છે ક્યાં?
સ્વાદમાં છે ફસાયેલા , રંગ રુપ માં,
અભરખા તો સહી , કંઈ હોય છે ક્યાં?
ક્યાંક સેવા કળીયુગ માં, હોય ખરી!
દાન દાતા તહીં , કોઈ હોય છે ક્યાં?
સ્વયં આનંદ છે , અનુભૂતિ સત્ય ઘટના,
જો સમાધી ચહી, મન લય હોય છે ક્યાં ?
-મોહનભાઈ આનંદ