કુણા કુણા હદયે, ઘાવ ઘાવ કેમ કરે ?
જુદા જુદા તું ય , હાવ ભાવ કેમ કરે?
સતાવ દિલને ખરી,ખોટી યાદ કેમ પછી?
કદી કદીક તું મીઠી , રાવ રાવ કેમ કરે?
ખરી છે રૂહ કમાણી ,મહીં જ મસ્ત રહો,
ફકીર જેમ તું ક્યાં ,આમ હાવ કેમ કરે?
રુડી નજરનાં છે ,એ જામ કોણ કેમ ભરે?
તું દિલ મહીં જ રહે ,જાવ જાવ કેમ કરે?
છે કસ્તિ જોને હિલોળા લઈ રહી તું જ જો,
તું કાણું પાડ પછી , દાવ દાવ કેમ કરે?
-મોહનભાઈ આનંદ