અખાના છપ્પા...
..................................
ખટ દર્શનના જુજવા મતા,
માંહો માંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,
અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,
ઝગડો ભાંગી કોઇ ન મુવો. ૩
સમજી રહે તો સઘળો લાભ,
કાયા કલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,
આતમ મતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,
જન્મ કોટિની ઉતરે ગાળ
💧💧🔥🔥💧💧
.