બેઅસર ક્યાં છે અને જો અસર ક્યાં છે?
દિલમાં પીડા થાય અઘરી , કસર ક્યાં છે?
હા છવાઈ જો અહીં, દુઃખ ની પરછાઈ,
કોણ ક્યાં છે ને, હયાતિ મગર ક્યાં છે?
વીખરાઈ જાય, જીવન તણી નૈયા ,
ક્યાંય જોવા જીવતી , લહર ક્યાં છે.?
હા ભૂલીને જાત , ભટકી તું ક્યાં શોધે,
સત્યની જો ક્યાંય, કોઈ ડગર ક્યાં છે?
ક્યાંક પોઢી છે જ ,સપના તણી દુનિયા,
જાગતી આંખો મહીં ,જો સફર ક્યાં છે?
-મોહનભાઈ આનંદ