Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખળજ્ઞાની અંગ

પંડ પખાળે પૂજે પાણ. મનમાં જાણે હું તે જાણ;
આપે આતમ બારે ભમે, મુરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઈ આદરે, તે અખા ધાર્યું કેમ કરે. ૨૮૨

ગુણ જોઈએ તો ગુરુને શોધ, જે ગુરુ આપે તત્વનો બોધ;
પરને વળગ્યો હીંડે અંધ, આંખ્યાળો નવ વળગે ખંધ;
સદ્ગુરુ વિના ગળે બાંધી શલા, એમ અખો ભર્મ્યા ભલભલા. ૨૮૩

હરિ કહે છે તે કહે ક્યાં વસે, વેને જાણ કાયા કાં કસે;
બ્રહ્મજ્ઞાનમાં સર્વે વળે, જેમ બહુ મહોર સોનું એકલે;
તૃણ માર્યે કેમ પાડો મરે, એમ અખા સૌ સાધન કરે. ૨૮૪
🙏સંતોના ચરણોમાં નમસ્કાર🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111692410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now