“ અહિંસા V/s હિંસા “
પૂ. ગાંધીજીનું દૃષ્ટિબીંદુ
આ વખતે તો જુલાઈમાં જ ગાંધીએ કહી દીધું હતું કે આ લડાઈ એમના જીવનની આકરામાં આકરી લડાઈ હશે. એમના જ શબ્દો છેઃ “મારું વલણ બદલાઈ ગયું છે. હું રાહ જોઈ શકું એમ નથી, દેખાઈ આવે એવાં જોખમો છતાં મારે લોકોને ગુલામીનો સામનો કરવા કહેવું પડશે.” ગાંધીએ કહ્યું કે દેશની આઝાદી માટે લોકોએ બોંબ, બંદુકો અને તોપોનો પણ સામનો કરવો પડશે – ઍમરીએ આ સાથે સવાલ પૂછ્યો કે આને અહિંસક આંદોલન કહી શકાય? દસમી જુલાઈએ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો તે પછી ગાંધીએ કહ્યું કે “અહિંસા ઉત્તમ છે પણ જ્યાં એ સ્વાભાવિક રીતે ન આવે – અને લોકોમાં સ્વાભાવિક રીતે અહિંસા નથી પ્રગટતી – ત્યાં હિંસાનો રસ્તો જરૂરી અને માનભર્યો છે,