આવી છે હોળી કાના,
લાવી હું ગુલાલ કાના,
પીચકારી મા ભરી દીધો,
વ્હાલના તારા રંગ કાના,
ધ્વાર તારા મંદિરના,
હવેતો ખોલ કાના,
વિરહમાં તારી મારો,
જીવ ન નીકળી જાય કાના,
મને ન બોલાવે તો,
તું જ આવી જા ને કાના,
ગોમતી ઘાટે બેસી,
હું જોતી તારી વાટ કાના,
રંગીદે ને મને તારા,
વ્હાલ કેરા ગુલાલ થી,
લુટાવવા તુજ પર પ્રેમ મારો,
હું હૈયુ ધોળી બેઠી કાના.
B+ve