આવે છે તારી બહુ યાદ તારા ગયા પછી;
ઈશ્વરેને મેં કરી ફરીયાદ તારા ગયા પછી;
આમ તો રહેતો'તો હમેશાં ચૂપચાપ, હવે,
ખુદાથી કર્યો વાદ વિવાદ તારા ગયા પછી;
નોતાં રહી શકતા ક્યારેક એકબીજા વગર,
હવે ક્યાં થાય કોઈ સંવાદ તારા ગયા પછી;
આશા તૂટી મનની ને દિલથી છૂટી ભાવના,
ખૂદમાં જ થયો વિખવાદ તારા ગયા પછી;
તારી સંગાથે જ હતું જીવન મારૂં સુખ રૂપ,
હવે તૂટ્યો દુઃખનો પહાડ તારા ગયા પછી;
હું તૂટ્યો, દિલ તૂટ્યું ને તૂટ્યાં છે અરમાન,
તૂટી જીંદગીની બુનિયાદ તારા ગયા પછી;
આવીશ કે નૈ એ છોડ્યું મેં બધું ભાગ્ય પર,
છતાં કરુ તને રોજ સાદ તારા ગયા પછી;
ઉપર બેઠો ખુદા પણ હસે છે મારા હાલ પર,
કેમ કરું હું એનો ધન્યવાદ? તારા ગયા પછી;
થશે જ્યારે એક દી મારા પ્રેમનો અહેસાસ,
વિરહમાં તનેય થશે વિષાદ મારા ગયા પછી;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)