Quotes by Tr. Mrs. Snehal Jani in Bitesapp read free

Tr. Mrs. Snehal Jani

Tr. Mrs. Snehal Jani Matrubharti Verified

@s13jyahoo.co.uk3258
(1.4k)

આજે ધોરણ 12નાં તમામ પ્રવાહોનું પરિણામ છે.
દરેક માતા પિતાને વિનંતિ કે જે પરિણામ આવે એ સ્વીકારી લેજો અને બાળકને એટલી હિંમત આપજો કે તમે એની સાથે જ છો. એક નહીં તો બીજી, કોઈકને કોઈક લાઈનમાં તો ભણી જ લેવાશે.

સાથે સાથે દરેક બાળકને વિનંતિ કે જે પરિણામ આવે એ સહર્ષ સ્વીકારી લેજો. આખી જિંદગી બાકી છે. એક દિશામાં નહીં તો બીજી દિશામાં સફળતા મળવાની જ છે. ભગવાને દરેક માટે ભવિષ્ય લખ્યું જ હોય છે.

જો તમારી પસંદ મુજબ ભવિષ્ય ન બને તો એમ સમજી લેવું કે ભગવાન જાણતા હતા કે એ દિશામાં તમે ભવિષ્યમાં નિષ્ફળ જવાના છો, આથી તમને ત્યાં જવા જ ન દીધાં. હવે જે દિશામાં જવું પડશે એ જ યોગ્ય હશે. ત્યાં તનતોડ મહેનત કરી લેજો.

પણ માત્ર 12મા ધોરણના પરિણામને લીધે કોઈ ખોટું પગલું ક્યારેય ન ભરતાં.



તમામને શુભકામનાઓ💐

Read More

એપ્રિલ મહિનાની સફળતા😊

ભલે ક્રમ દસમો છે, પણ ટોપ ટેનમાં સ્થાન તો છે. 😀

વિશ્વ પૃથ્વી દિવસ



પૃથ્વી
આપતી અનાજ એ સૌને,
માંગતી ન કશું બદલામાં!
વધતી જતી વસ્તી સામે,
બોજ સહેવા થઈ એ લાચાર!
રાખીએ સ્વચ્છ એને સદાય,
કરીએ ન ક્યાંય ગંદકી!
વસતાં જીવો અનેક પૃથ્વી પર,
રાખીએ સદભાવ સૌ પ્રત્યે!
રાખીએ આ પૃથ્વી આપણે,
પ્રદૂષણથી મુક્ત સદાય!
હશે પૃથ્વી જેટલી શુદ્ધ,
જીવીશું આપણે જ એટલું સ્વસ્થ!

Read More

ચોક્કસથી વાંચજો😊


https://www.matrubharti.com/book/19973074/ganesha

મારી ધારાવાહિક 'આપણાં મહાનુભાવો'નાં એક લાખ ડાઉનલોડ પૂર્ણ.😊

આભાર વાચકો.😊💐