International women's Day 🙏
શું સાચેજ આવા દિવસોની ઉજવણી કરવી વ્યાજબી છે??
જ્યાં રોજ ના જાણે કેટલાયે કુમળી વયની, ફુલોની જેમ નાજુક, પોતાની મસ્તીમાં મસ્ત, અલ્લડ, જીવનને હજુ સમજી પણ ન હોય એવી માસૂમ ના બળાત્કાર થાય છે,
અરે નાની તો છોડો વૃદ્ધ સ્ત્રીઓ પણ નથી બચી શકતી, ત્યાં આવા દિવસોની ઉજવણી કરવી જોઈએ??
મારો આશ્રય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચડવાનો નથી,
પણ છતાં જો કોઈને મારા શબ્દોથી દુઃખ લાગે તો હું દિલથી દિલગીર છું 🙏🙏🙏
મિત્રો શું ફકત એકજ દિવસ માટે સ્ત્રીની પ્રશંસા થવી જોઇએ?
શું એકજ દિવસ એને સ્પેશિયલ ફીલ કરાવવું જોઈએ??
બસ
જો મારા શબ્દો કહું તો ના.
અરે સ્ત્રી માટે લખવા બેસાય તો શબ્દકોષ પણ ખુટી પડે,
એવું ઈશ્વરનો આશીર્વાદ છે સ્ત્રી,
વાદળ ની વર્ષા છે સ્ત્રી,
ધરતી ની શીતળતા છે સ્ત્રી,
ઘનઘોર વૃક્ષની છાયા છે સ્ત્રી,
તો અવિરત નીતરતી માયા છે સ્ત્રી,
પ્રેમની મૂર્તિ છે સ્ત્રી,
તો સમર્પણની પૂર્તિ છે સ્ત્રી,
તો સૌ પ્રથમ તો એ સ્ત્રી નું સમ્માન કરતા શીખો,
રસ્તામાં જ્યારે કોઈ સ્ત્રી, કોઈ બેન, કોઈ દીકરી જો એકલી જતી હોય તો એ વગર ડરે, કે વગર કોઈ માનસિક યતનાથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય એવી નજર રાખો,
સ્ત્રીને ફકત ઉપભોગની વસ્તુ ન સમજો, સ્ત્રી ને સમજો.
કોઈ સ્ત્રી જો કોઈ પુરુષ સામે મિત્રતા નો હાથ લંબાવે છે ત્યારે એ સ્ત્રી ને હલકા ચરિત્રની સમજવા કરતા ખુદને ખુશનસીબ સમજો કે એણે તમારાપર વિશ્વાસ મૂક્યો છે કે તમે એને સમજી શકસો, જે વાત એ પોતાના સ્વજનોથી નથી કરી શકતી એવી વાતો કરવા એને એક વિશ્વાસુ ખભાની જરૂર હોય છે ને એ તમારાપર આંખો બંધ કરી ને વિશ્વાસ મૂકે છે, તો એને આંધળી સાબીત ન કરતા.
અરે સ્ત્રી વગર તો સંસાર જ. અધૂરો છે, ખુદ ભગવાનને પણ ધરતી પર અવતરવા માં ની જરૂર પડી જ્યારે આપણે તો સાધારણ મનુષ્ય છીએ,
એક ઘરનું સવારનું અલાર્મ હોય છે સ્ત્રી,
સવારની તાજગીભરી ચા હોય છે સ્ત્રી,
પતિની પરફેક્ટ પાર્ટનર હોય છે સ્ત્રી,
સસરાના ઘરની ગૃહલક્ષ્મી હોય છે સ્ત્રી,
વડીલોની આદર્શ નર્સ હોય છે સ્ત્રી,
બાળકોની આદર્શ શીક્ષ હોય છે સ્ત્રી,
એક દીકરી,
એક બેન,
એક માસી,
એક ફોઈ,
એક પત્નિ,
એક વહુ,
એક માં,
કાકી,
મામી,
ભાભી,
દેરાણી,
જેઠાણી,
હજુ કેટકેટલાય સંબંધ હસ્તે મોઢે જીવતી હોયછે એક સ્ત્રી,
છતાંય ક્યાંક કઈક ખૂટવાનો તમને અંદાઝ સુદ્ધાં ન પડવાદે એવી અદ્ભુત કલાકાર હોય છે સ્ત્રી,
હજુ ઘણું બધું કેહવુ છે પણ હવે શબ્દો નથી મળતા,
છેલ્લે બસ એટલુંજ કહીશ કે બસ એને સમજો જેણે જજ ન કરો.
હું સ્ત્રી છું મને એનો ગર્વ છે.
B+ve