Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્તો આજે મહિલા દિવસ છે. ઘણાને એવુ થતુ હશે કે અમારે તો બધાં જ દિવસ છે. તો ખાલી એક દિવસ શા માટે ઉજવવું. પણ હું આને positive way માં લઉ છું. જેમ બધા દિવસો સરખા છે. પણ એમા પણ દરેક તીથીનો અલગ મહિમા છે. જેમ આપણે ભગવાનને રોજ ભજીએ છીએ પણ દરેક ભગવાનનો એક દિવસ હોય છે. અલગ અલગ તહેવારોનો અલગ અલગ દિવસ છે. તેમ આપણે પણ સ્પેશિયલ જ છીએ. 😍 તો આપણો પણ એક સ્પેશિયલ દિવસ હોવો જ જોઈએ. તો એને મનભરીને માણી લો. બીજા દિવસે તો પાછુ એ જ કર્તવ્ય અને ફરજ એ જ જીમ્મેદારીનો ટોપલો માથા પર આવવાનો જ છે. તો મારા તરફથી બધી બહેનોને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..😇😇🙏🙏💐💐🥰🥰

અને પુરુષો ને એક ખાસ અરજ છે કે આજે જેણે જેણે મોટા મોટા અને ભારે શબ્દોથી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી છે. અને સારી એવી કવિતા, શાયરી કે ક્વોટ પોસ્ટ કરી છે તો એમને એક જ વિનંતી કે આ શબ્દોનો અને વિચારોનો પોતે પણ અમલ કરજો. ત્યારે કદાચ સાચે મહિલા દિવસની ગરીમા વધશે.

Happy Women's day..💐💐🙏🙏😇😇😍🥰

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111672823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now