Quotes by Jigna Pandya in Bitesapp read free

Jigna Pandya

Jigna Pandya Matrubharti Verified

@jignapandya6904
(109)

અમે તો પાકા ખેલાડી હતાં લાગણીમાં એટલે જ તો ઈમાનદારીથી જીવ્યે છીએ,
ઓકાદ તો તમારી નહોતી સંબંધ નિભાવવાની
jigna ✍️

-Jigna Pandya

Read More

તૂટયા હજારો સપના, ભીતરે તૂટીને શ્વાસે રુંધાયો,
વિષ પીવડાવ્યો આ સંજોગોએ તો'ય હારવી નથી હિંમત!

ચઢાણ છે કપરું આ જિદંગીનું ધીરજ જાળવી ને ચાલવું મારે,
જિદંગી રૂપી આ પવૅત અઘરું જરૂર તો'ય હારવી નથી હિંમત!

બદલે અહીં માનવી પાણીના પ્રવાહની જેમ રંગો,
ફેલાવે ભલે દુશ્મનો અગનજાળ તો'ય હારવી નથી હિંમત!

કદમે કદમ આવે છે આંધીનાં એંધાણો રાહની મંઝિલે,
પડાવ કર્યો છે નકકી મંઝિલે પહોંચવાનો બસ હારવી નથી હિંમત!

દદૅ મળે હજારો, પીવા પડે ઘૂંટ વિષના 'જીજ્ઞા' ને તો'ય ભલે
વિંધાવું મંજૂર છે મને કાંટોથી, ફૂલ બની મહેકી જાવું છે પણ હારવી નથી હિંમત!

Jigna pandya ✍️

Read More

મૂકી મનમાં નવી આશ ને, કલમે ગઝલ રચું છું
તારી ઇર્ષાની અગ્નિ ઠારી, કાગજે શબ્દો રચું છું!

દફન થયેલી લાગણીઓને, પ્રેમની કટારે કોતરું છું,
મનને મનાવી શોળે શણગાર, સ્વપ્ને રાસ રચાવું છું!

વર્ણન કરતાં તારું, ખુંદને દર્પણ સમક્ષ નિહાળું છું,
યાદ કરતાં તુજ ને, મારી માંગે સિંદૂર સજાવું છું!

કહે 'જીજ્ઞા' ભૂલી દર્દ ને તુંજ સંગ ગગન વિહાર માંગુ છું,
હ્રદયે એકમેકના મળે, એવું સૂરજથી અજવાળું માંગુ છું!

Jigna ✍️

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Read More

જ્યારે હજારો સપના તૂટી જાયને ત્યારે,
એને જીવીત કરનાર બે જ વ્યક્તિ મળે છે
માં અને બાપ!❤️😍❤️
Jigna