જે દિવસથી માતા કુંતીને યુધિષ્ઠિરે શાપ આપ્યો કે કોઇ દિવસ સ્ત્રી તેના પેટમાં વાત નહિ રાખી શકે ત્યારથી સ્ત્રીના શરીરમાં એક વાત પણ રહેતી નથી.આવો શાપ શા માટે પુત્ર એ માતાને આપ્યો કારણ એ જ કે કર્ણ તેનો મોટો ભાઇ છે તેમણે ક્યારેય કીધું નહિ જાણ હોવા છતાં પણ.
પણ વળતા જવાબમાં કુંતી એ યુધિષ્ઠિરને કહ્યું કે પુત્ર મારી ભૂલ હતી એટલે હું એ શાપનો અંગીકાર કરું છું,પણ સ્ત્રીના ચારિત્ર્યની બાબત સ્ત્રી તેના પેટમાં જ રાખશે તે કોઈને નહિ કહે.
આવું શા માટે કુંતી એ કીધું એ તો મને ખબર નથી પણ એ શાપ પછીની કહેલી વાતને આજ પણ સ્ત્રી વળગી રહે છે,અને બીજી વાતને એ પેટ માંથી તરત બહાર નીકાળી નથી શકતી.
સ્ત્રીના ચારિત્ર્ય પર સવાલ નથી પણ તેના જીવનમાં જે કંઈ બન્યું છે,દુઃખ આપતી એ મનમાંને મનમાં તેને કોરી ખાય છે,તે કોઇને કઇ કહી શક્તિ નથી અને કોઈ ને તે સંભળાવી પણ શક્તિ નથી.કોઈ પણ વાત હોય તે વાતને તમે કોઇ સમક્ષ કહી દો તો તમારું મન હળવું થઇ જાય છે,પણ આ એવી વાત છે કે કોઈને કહી પણ શકતી નથી.
ઘણીવાર કોઇને સવાલ થતા હોય છે કે મેં કોઈ છોકરા કે છોકરી સાથે થોડાદિવસ સહવાસ ભોગવ્યો તો શું થઇ ગયું.થઇ કઇ નો જાય પણ તમારું મન એ પછી કોઈ બીજા કામમાં લાગતું નથી બસ એ જ વિચાર આવ્યા કરે છે,અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી.તમારા જીવનમાં તમે આગળ વધી શકતા નથી.કોઈ એક લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
માટે જીવનમાં કોઈ એક લક્ષ પર કેન્દ્રિત કરો અને બીજી નકામી વસ્તુઓથી દુર રહી આનંદીત જીવન જીવો.
લિ.કલ્પેશ દિયોરા.