ભાવનગર વિક્ટોરિયામાં ચાલવા જાવ છું.તો આજે થોડું નિરીક્ષણ કર્યું.જો બે પુરુષ એક સાથે ચાલતા હોય તો પૈસા અને ધંધાની જ વાત થતી હોય અને જો બે સ્ત્રી ચાલતા ચાલતા વાત કરતી હોય તો કોઈ આજુબાજુ વાળા બહેન અથવા સગા સંબંધીના થોડા ડખાની વાત હોય,અને જો પુરુષ અને સ્ત્રી એક સાથે ચાલતા હોઈ તો સ્ત્રી જ બોલતી હોય પુરુષ હમ હમ કરે જતો હોય,ફાયદો એ છે કે હું એકલો જ ચાલુ છુ એટલે થોડું નિરીક્ષણ કરી લવ છું.
આપણને કોઇના પૈસા કે ઘરના ડખામાં રસ નથી,પણ ક્યારેક આવી વાતો સાંભળવાનું મન થઇ જાય.મારી આગળ બે બહેનો કોઇ સંગીતાની વાત કરી રહ્યા હતા.માફ કરશો કોઇનું નામ સંગીતા હોય તો,પણ એ
સંગીતાના પગથી માથા સુધી એ બહેને આજ વખાણ કર્યા છે,વાત જવા દો.ઘરમાં શું કરે,દરરોજ ક્યાં જાય છે,ઘર કેવું રાખે છે,ઘરમાં તેના પતિ સાથે કેવો વ્યવહાર છે,ઘરમાં મહેમાન આવે તો તેને કેવી રીતે રાખે છે,તેના છોકરામાં કઇ છે નહીં,એ બંને બેહેનોની
વાત પરથી લાગતું હતું કે સંગીતા તેની બાજુ વાળી જ હશે,જે હોય એ આપણે સંગીતા સાથે કઇ લેવા દેવા નથી,પણ મને આ બધી વાત પરથી એક સત્ય જાણવા મળ્યું કે,
જો આજુબાજુમાં એક બે બહેન આવી વાતો કરવા વાળા હોય તો આજુબાજુમાં થોડો ડર તો રે.છોકરાને સારી રીતે રાખે,ઘર એકદમ મસ્ત રાખે.મેહમાનનું ઉષ્માભેહર સ્વાગત કરે,અને ઘણુંબધું..😄
લિ.કલ્પેશ દિયોરા.