મન એનું ચંચળ,
બોલી એની મીઠી,
ન માને કોઈ નાત જાતમાં,
ન જુએ કોઈ ઊંચ નીચ,
જુએ છે સૌને એક નજરે,
પૂછે છે પ્રશ્નો સહુ કોઈને.
કરે છે પૃચ્છા વિચારોની,
શાને થાય છે આવું?
કોણે પૂર્યા પતંગિયામાં રંગ,
કોણે ભર્યું નાળિયેરમાં જળ?
ચાંદની શીતળ કેમ અને
તડકો તપે કેમ?
કેમ તારા રાત્રે જ દેખાય?
ને કેમ અમાસે ચાંદો ગાયબ?
છે મનમાં ઘણી ગડમથલ,
કોને પૂછવા પ્રશ્નો પામવાને ઉત્તર?
મિત્રો,
આ તો છે એક જિજ્ઞાસુ મન,
નાના બાળનું જિજ્ઞાસુ મન.
રહીએ હંમેશા તત્તપર,
આપવાને એને ઉત્તર,
એનાં પ્રશ્નો જ બતાવશે એની જિજ્ઞાસા.
- સ્નેહલ જાની