તું મને પ્રેમ નહી કરે તો ચાલશે,
તું મને કરતા નહી રોકી શકે,
તું મારી જોડે નહી બોલે તો તને ચાલશે,
તું મને વાત કરતાં નહી રોકી શકે,
મને અદેખતું કરવા તું નજર ફેરવી લઈશ તો ચાલશે,
તું તને જોતા મને નહી રોકી શકે,
તને મારી જરૂર નહી હોય તો ચાલશે,
તારી કમી મેહસૂસ કરતા મને નહી રોકી શકે,
તારુ જીવન કદાચ ખુબજ સફળ થશે મારા વગર,
મને તારા વગર કોઈ જીતાડી નહી શકે,
તું નહી આવે મારા જીવનમાં કદાચ પાછો, એ તારી મરજી છે,
પણ તારા નામે મને અંતીમ શ્વાસ લેતા,
આજીવન છોડતા મને તું નહી રોકી શકે.
B+ve
-Krishna