આભ મા તારલા છે એટલી ખુશીઓ તને મળે
જીવનમાં આંખો તારી ક્યારેય ન રડે
સફળતા હંમેશા તારી ઝળહળે
જીવનમાં ખુશીઓ તને અગણિત મળે
અરમાન તારા થાય બધા પૂરા
તને બધી જ ખુશીઓનો ખજાનો મળે
તુ આમ જ હસતી રહે ,મુશકરાતી રહે
તારા જીવનમાં સુખનો સૂરજ ક્યારેય ન ઢળે
એક બાપ તરીકે બીજા આશિષ શું આપું?
મારી બધી જ દુઆ,
મારી વહાલી દીકરી ને ફળે.