એક સમયમાં બે વિચાર આવે છે,
એક તારાથી વાત કરવાનો
અને બીજો
તને હેરાન ન કરવાનો,
કેમ કે મારા લીધે તને કંઇ પણ કોઈપણ જાત ની હેરાનગતિ થાય,
મને એ વાત કોઈ કારણોસર સ્વીકાર્ય નહિ હોય
તું કહી દેજે મને એક સમયે
હું મારા બાજુથી તને કઈ તકલીફ નહિ આવા દવું,
એટલા માટે હું તને કોઈ મેસેજ નહિ,
ઊલટાનું હું તને મારી પોસ્ટ મોકલતો રહું છું,
વાત આગળ વધે તો સારું,
જો નહિ, તો હું વાતો જ મૂકી દવ છું,
અને તું પોસ્ટ ને વાંચીને ચુપચાપ જતી રહી ને
મારી આશા જ મિટાવી દેય છે,
મારા અંદર આવતા વિચારો ને
મારા અંદર જ દબાવી દેય છે,
સારું હવે ઇચ્છા તમારી છે,
હું કંઈ કરી તો નથી શકતો ને,
તારી આ આદતો
હું મારી બાજુથી એને બદલાવી તો નથી શકતો ને,
એટલે હવે કોઈ મેસેજ આવશે નહિ
અર્થ એ નથી કે રાહ જોવાશે નહિ...
મને ખબર નથી પડતી,
કે તું આવું કેમ કરે છે,
હું પ્રયત્ન કરું છું તારી નજીક આવાની,
અને તું સામે થી નજર હટાવી લે છે,
બતાવ ને આ અવગણના ની અદા
તે ક્યારે સિખી લીધી,
અજાણતા તું લાખ પ્રયત્ન કરી લે સંતાડવાની,
પણ આંખો આ તારી બધું જ કહી દેય છે,
તો પણ કારણ વગર કેમ પ્રયત્ન કરું છું હું,
આ એક બાજુએ થી સબંધ સાચવવાની,
કશું વધ્યું પણ નથી અહીંયા,
તો પણ આને સાચવવાની,
જો આ જ ચાલતું રહ્યું ને તારા બાજુ થી,
તો પછી ન કહેતી તું
કે
મે પ્રયત્ન જ કરવાનું બંધ કરી દીધુ,
કેમ કે જો તારી બાજુથી હવે કંઈ જવાબ નહિ આવે તો,
તો સમજી જજે હવેથી,
અહીંથી કોઈ પ્રશ્ન પણ નહિ આવે....