દાસ વિઠ્ઠલ ની વાણી
✍️✍️✍️✍️✍️✍️
ધન્ય ધન્ય રોહીદાસ જેવાં સંતને રે,ભગતી કરી, ભાળ્યા ભગવત ને રે, દોઢ
એવા ગુરુ રામાનંદ જેવા મળ્યા મહાત્મા રે,
ગુરુ જ્ઞાને કરીને ઓળખી લીધો આત્મા રે, ધન્ય ધન્ય,
એ જી જેને આશરા ધર્મ દીપાવ્યો રે,
સહજ સાધના અંગ જગાડીયો રે, ધન્ય ધન્ય,
એવા દ્રારકાધીશ ને ટકો સંતે મોકલ્યો રે,
હાથ લંબાવી મૃર્તિએ સ્વીકાર્યો રે, ધન્ય ધન્ય,
એવી ભેટ લીધી ગંગાજી એ સંત નામે રે ,
આપ્યું સોનાનું કંકણ સામે રે, ધન્ય ધન્ય,
એવું પારસમણી માં મન નવ લોભાણુ રે,
હતું હરિના નામનું નાણું રે, ધન્ય ધન્ય,
એવા સંતે કુંડ માં ગંગાજી વહાવ્યા રે,
સૌ ચરણામૃત લેવાને આવ્યા રે, ધન્ય ધન્ય,
એવી ફરે મનડાં માં હરિ કેરી માળા રે,
દાસ વિઠ્ઠલ કહે ખોલ્યાં મારા કબુધ્ધિ ના તાળા રે,
ધન્ય ધન્ય રોહીદાસ જેવાં સંતને રે,
🙏🙏🙏🙏🙏🙏
સતગુરુ ચરણમાં વંદન
👏👏👣👣👏👏