. *👏 જય ગુરૂદેવ 👏*
પૂજ્ય ગુરૂદેવે કલીયુગ વિશે કહ્યું છે કે, કલીયુગની નિશાની કુસંપ છે
કલીયુગની નિશાની અવિશ્વાસ છે
અને દારૂ, જુગાર, અનીતિ, અનાચાર, દંભ, કપટ, છળ, પરનિંદા, ઈર્ષા, દ્વત, વેર અને અસત્ય, તે બધા કલીયુગને રહેવાના ઘર છે, તે અવિધાના ઘરમાં કલીયુગ રહે છે, પણ જો સદગુરૂના સમાગમથી આપણા ઘટમાં સુવિદ્યા બ્રહ્મવિદ્યા પ્રગટે તો જે નળરાજાએ કલિયુગને પકડી મારવાની તૈયારી કરી, તેમ બ્રહ્મવિધાના પરિબળથી કલિયુગને હટાવવા સમર્થ બને છે. જેણે નિજ ઘટમાં બ્રહ્મવિદ્યા વસાવી છે ત્યાં કલીયુગ રૂપી કરણી આવતી નથી અને વળી કલીયુગના વર્ણનમાં અનુભવી સંતોએ લખ્યું છે કે, કલીયુગમાં ઘણા અવગુણ છે પણ એક ગુણ એવો છે કે, જે સતયુગ, દ્વાપર, ત્રેતામાં મહાપુરુષાર્થે પણ પરમાત્મા મળવા દુર્લભ છે, તે કલીયુગમાં સત્ય નામ સ્મરણ માત્રથી મન એક ક્ષણવાર સ્થિર બને કે તુરત જ આનંદને અનુભવે છે. માટે નામ સ્મરણમાં વૃત્તિ વિરામે તે મોટામાં મોટી બ્રહ્મવિદ્યા છે, તેનાથી સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે અને કલીયુગ રૂપી મહા અજ્ઞાન, અંધકાર દૂર થાય છે,
માટે સર્વ સાધનોમાં ઉત્તમ સાધન નામ સ્મરણ ભજન છે, બાકી તો ઘણા વેદોક્ત કર્મ છે, ઘણા પુરાણોક્ત કર્મ છે, ઘણા શાસ્ત્રોક્ત કર્મ છે, તે નાના મોટા વિધાનો કરવામાં કંઈક પદાર્થો જોઈએ, તેના માટે મૂલ્ય-ધન જોઈએ, પણ વિના મૂલ્ય, સહેલાઈથી નામ-સ્મરણણ રૂપી સાધન અતિ ગરીબ માણસ પણ કરી શકે, અશક્ત માણસ પણ કરી શકે, પથારી વશ હોય, દેહ હરીફરી ન શકતો હોય તો પણ નામ સાધન થઈ શકે છે, માટે અવિદ્યાથી ઉગરવા સત્ય સનાતનમાં વિહાર કરવા, નામ સ્મરણ ઉત્તમ સાધન છે. એવો વાર્તાલાપ પૂજય ગુરૂદેવે કર્યો અને આનંદ થયો !!