આજ-કલ કોઈક ગમવા લાગ્યું છે,
હૃદય નું ત્રાજવું એના તરફ નમવા લાગ્યું છે...
દિમાગ કહે છે કે રોકી લે ખુદને ભૂલો પડતા આ રાહ માં,
પણ હૃદય કહે છે, મુક્ત બની વહીજાને આ પ્રવાહમાં..
જો એ વાત ના કરે તો દિલને ચેન નથી,
તો કેમ કરીને કહી દવ, કે મને પણ પ્રેમ નથી..
એની સિવાય આ ચંચળ મન ક્યાંય જંપતું નથી,
એના જ મેસજની રાહ જોતા મનને, બીજાનું નામ વાંચવુ પણ ગમતું નથી..
~ રુચિતા ગાબાણી