દુનિયાના 71 દેશો પર રાજ કરનાર બ્રિટિશરો જે વ્યક્તિના સિક્કાઓ છપાવવાનું વિચારતા હોય એ વ્યક્તિ કઈ સામાન્ય ન હોય, એવા વિરલા તો આપણા બાપુ જ હોઈ શકે. છ-છ વખત જીવલેણ હુમલો થવા છતાં નીડર થઈ ફરી શકતો વ્યક્તિ જ આ દેશનો રાષ્ટ્રપિતા બની શકે. ભલે લોકો સો દલીલો કરે પણ બાપુએ ક્યારેય અંગત જીવન જેવું કંઈ રાખ્યું જ ન હતું.દેશ માટે પોતાના પરિવારને પણ અન્યાય કરવામાં એ પાછળ પડયા ન હતા. એમનું ખાદીરૂપી સત્વ અપનાવી શકનાર જ દેશને ન્યાય આપી શકે.
-જિદ્દી બાળક...Rohit...