ગડમથલ
જીવન ની ગુંચવણ નથી સંભાળી શક્તિ હું, ઓ દિનાનાથ;
હિમ્મત આપ, આપ તારો પ્રેમાળ હાથ, અને તારો સાથ.
નાતવાન થઈ ગયું છે શરીર, મજબુતીથી પકડજે મારો નબળો હાથ;
એમ પકડજે, જેમ પકડીયો હતો કૃષ્ણ એ પાર્થ નો હાથ.
જીવન માં ગડમથલ જવાનું લેતી નથી નામ, ભિષણ છે એની બાથ;
આવે છે આં જીવન માં સંકટ અણે કેટલી એ ઘાત
ખમવા પડે છે ન જાણે કેટલા ય તોફાન અણે જાત જાત ના આઘાત
આપજે સદા મને , ઓ દિનાનાથ, આં તારો મજબુત પણ પ્રેમાળ હાથ;
તો હસતાં હસતાં આપી શકું હું સર્વ સંકટોને, આસાની થી માત
Armin Dutia Motashaw