હજાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ!
અપાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
નામ કમાવા જગમાં સારાં કામ એ દેખાડતો,
બે ચાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ!
દાન દઈ ગરીબને થોડું ફોટા એ પડાવનારોને,
બેકાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
કરી દગાખોરીને ભ્રષ્ટાચારને એ આચરનારો,
બેધાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
ધરી માનભોગ મેવા તને પણ રીઝવનારો એ,
ઓથાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.