Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" મિત્ર "
----------

" આપત્તિના સમયે જે સાથ છોડતો નથી. આપત્તિના સમયે ઓથ થઇને અડીખમ ઊભો રહે તે સન્મિત્ર કહેવાય.

સામાન્ય મિત્રો તો આપત્તિના ભણકારા વાગતાં જ દૂર ખસી જતા હોય છે. તે તો સંપત્તિ-સુખના જ સાથી હોય છે.

સન્મિત્ર તો સમય સમય ઉપર કાંઇ ને કાંઇ સહાય કરતો રહે છે ને દેતો રહે છે. જ્યારે પેલો કુમિત્ર લેતો રહે છે. લેવાનું બંધ થાય તો મૈત્રી પણ બંધ થઈ જાય.
આવા સન્મિત્ર મળે તેનું જીવન ધન્ય થઈ જાય છે. "

જે સાચો મિત્ર હોય છે તે મિત્રની ગુપ્ત વાતોને ગુપ્ત રાખે છે અને તેના સદગુણોને સૌની વચ્ચે પ્રકટ કરતો રહે છે. જેથી મિત્ર ઊજળો દેખાય છે.

જ્યારે કુમિત્ર મિત્રની ગુપ્ત વાતોને સૌની વચ્ચે પ્રગટ કરતો રહે છે અને તેના ગુણોની જગ્યાએ સભામાં દુર્ગુણોને પ્રગટ કરતો રહે છે.

આ કુમિત્રોથી મુક્ત થવાથી જ સુખી થવાય. "

-પૂ. સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી

Gujarati Thought by Chirag Vora : 111563062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now