હાથ પકડી જેને પાટી માં એકડો કરતા શીખવ્યું.. લાફો મારી જેને શિસ્તના પાઠ શીખવ્યા. દરરોજ નવા નવા શબ્દો શીખવ્યા તો ક્યારેક અદબ પલાંઠી મોઢે આંગળી, કહી મૌનની પણ તાકાત શીખવી. અંગૂઠા પકડાવી જાણે શરીરને કસરત શીખવી. બહાર ઉભા રાખી જાણે વર્ગખંડની બહારની દુનિયા બતાવી. ક્યારેક પ્રેમથી ભૂલને ભૂલી ગયા. ક્યારેક બધા વચ્ચે શરમાવી સમાજનો ડર શીખવ્યો. ક્યારેક વખાણ કરી ચણાના ઝાડ પર ચડાવ્યા. ક્યારેક મોનીટર બનાવી સાતમા આસમાને ઉડાવ્યા. ઓ મારા શિક્ષક, તું ના તો સાધારણ હતો ના તો બળવાન હતો. મારે માટે તું તો મારી ઊંઘ ઉડાડતી સવાર ને લેશન કરી થકવતી સાંજ હતો.
લી. એક ઠોઠ નિશાળીયો😜
શિક્ષકદિનની શુભેચ્છાઓ...💐