Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી પાછા વૃંદાવનમાં ફરવાનું મન થયું છે,
વ્હાલા શ્યામ તને ભજવાનું મન થયું છે.

નિજ હૃદયમાં સમાવીને બેઠી છું જે દર્દની વ્યથા,
શ્યામ! તને મળીને ફરી ઠાલવવાનું મન થયું છે.

પોતાના બનાવ્યા તે થઈ ગયા હવે પારકા,
તને જ મારું સર્વસ્વ માનવાનું મન થયું છે.

લાગણીઓને છિન્ન ભિન્ન કરી જગે દીધો જાકારો,
અંત સમયે તારે જ શરણે રહેવાનું મન થયુ છે.

મારી દુનિયા મને ફરી મળશે? શ્યામ તને પૂછું,
બસ, હવે તારી જ દુનિયા બનવાનું મન થયું છે.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111545177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now