🚩🙏હે ભગવાન તે જે આપ્યું.. જે નથી આપ્યું.. અને જે આપી ને પણ પાછું લઈ લીધું એની કોઈ દિવસ ફરિયાદ નૈ કરું હું... પણ શું કરું હું માણસ છું ને..
કૈક મળે તો ખુશ થઈ જાઉં છું.. કોઈ પ્રિય પાત્ર મળી જાય અથવા તો કોઈ પાત્ર પ્રિય થઈ જાય તો તને ભૂલી જાઉં છું... અને એ પાત્ર છોડી ને જતું રે તો દુઃખી પણ થઈ જાઉં છું.. અને કોઈ ને કસુ કહી નથી શકતો એટલે તને કોસવા બેસી જાઉં છું..
કોઈ આપડા જીવન મા કેમ આવે છે.. શું કરવા આવે છે.. કેમ જતું રે છે.. શું કરી ને જાય છે.. એ બધું જ તારું જ આયોજન છે ને.. એવું બધું વિચારી ને હું તને કોસવા લાગુ છું.. તારા થી નારાજ થઈ જાઉં છું.. તારા માં થી આસ્થા ગુમાવી દઉં છું.. તું પથ્થર છે એવું માનવા લાગી જાઉં છું...
પણ હું કોઈ દિવસ એવું નથી વિચારી શકતો કે તે જે આ કર્યું એ વ્યાજબી જ કર્યું છે... તે અમુક વસ્તુ કરી ને મને સમય થી અને આ દુનિયા થી અવગત કર્યો છે એ હું વિચારી નથી શકતો. કેમ ખબર છે ? હું માણસ છું ને સંકુચિત સોચ છે મારી. દરેક વસ્તુ માં અને દરેક વ્યક્તિ માં હું સ્વાર્થ શોધું છું.. એટલે.
-----------
પણ હું સમજી શકું છું તારા દરેક આદેશ ને.. હું હમેંશા તારો આભારી રહીશ.. કેમ કે લોકો આપણ ને શું વાસ્તવિકતા બતાવે. તું જ અમને લોકો ની શું વાસ્તવિકતા છે એ બતાવે છે.. તમે જે આપ્યું છે એ તમારી મહેરબાની છે.. પછી આપવા માં એ વસ્તુ હોય કે વ્યક્તિ.. તમે જે નથી આપતા એ માં પણ તમારી જ મરજી હોય છે.. કેમ કે આખર તો હું તમારો જ છું ને.. તમે કશું આપી ને લઈ લો છો એ એક સલાહ, શીખ હોય છે અનુભવ હોય છે..
બસ તમે દરેક સંજોગો માં મારા જેવા દુનિયા ના દરેક મનુષ્ય ને જીવતા શીખવાડજો..
કેમ કે અત્યારે દરેક જણ એક પોતાની લડાઈ લડતા હોય છે... કોઈ કોઈ ને મળી જાય છે.. તો કોઈ કોઈ ને છોડી જાય છે.. કોઈ ની કોક વસ્તુ ખોવાઈ જાય છે તો કોઈ ની વ્યક્તિ ખોવાઈ જાય છે.. કોઈ ની ખોવાયેલી વ્યક્તિ જડી જાય છે.. તો કોઈ ની જડેલી વ્યક્તિ ખોવાઈ જાય છે..
બસ તમેં દરેક ને એવી હિમ્મત આપજો કે કોઈ તૂટી ના શકે.. કોઈ કોઈ ના જવાથી અસહ્ય પીડા ના મહેસુસી શકે.. રાત્રે શાંતિ થી સુઈ શકે અને દિવસે ખુશી થી રહી શકે...
🚩🙏ધન્યવાદ🙏🚩